Gujarati Shayari Collection, Messages,Romantic Gujarati Shayari

Romantic Gujarati Shayari, Love Shayari, Prem Shayari SMS, Best Gujarati Sayari for Lovers, Gujarati Sad Shayari 

ગુજરાતી શાયરી સંગ્રહ, 


કિસીકા યે સોચકર સાથ મત
છોડના કી ઉસકે પાસ કુછ નહી
તુમ્હે દેને કે લેઈએ
બસ યે સોચકર સાથ નિભાના કી ઉસકે પાસ કુછ નહી તુમ્હારે સિવા ખોને કે લીઈએ.......

જીદગીના કિતાબમાં ભુતકાળમાં ખોટું લખાઈ ગયું
હોય તેની ચિંતામાં પડવા કરતા
બાકી રહયા કિતાબના કોરા પાનાં સારાં લખાય
તેની ચિંતા કરો..........


ચરણની છાપ અગર હોત તો હું વાળી લેત
સ્મરણને કેમ લઈ જાઉં રોજ વાળીને...


જેની બેવફાઈ મને આ હદ સુધી લઈ આવી છે
પુછે છે એજ મને મારે જીંદગી કેમ ટુંકાવવી છે ?
અંત સમય મારો એને આભારી છે એનો અફસોસ નથી,
પણ કારણ પુછીને એણે મારી દુઃખતી રગ દબાવી છે.......


પ્રતિક્ષાના પહાડ પીગળતા નથી ને
વહેતી જાય છે તારા  વિરહ ની નદી........


ખબર નથી એને હુ શું કહી ગઈ,

પ્રેમમારો આંસુની ધારમાં વહી ગયો.......

મળવવાની છેલ્લી તક પણ ગુમાવી મે,

જયારે એને બીજો જીવનસાથી મળી ગયો........

બીલકુલ ન હતો ગમ તુટવાનો હદયમાં,

બધું જ હું ચુપચાપ સહી ગઈ..........

સ્વપન થકી હજી હું નિહાળી લઉં છું એને,

બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો .........



મિત્રો ના સાથમાં હસી લઉં છું જરાક હું,

નહીંતર મારૂ દર્દ તો હું ચુપચાપ જ પી ગઈ.......

રડાવી જાય છે કયારેક એની યાદ મને

કારણ કે,મારો પહેલો પ્રેમ અધુરો રહી ગયો................

                                               .................


તુ નથી તો મારૂ જીવન અર્થ વિહિન છે

તને શુ ખબર કે મારા જીવનનો શું અર્થ છે તારા વગર..

દિવસ તો હું માંડ પુર્ણ કરુ છું ત્યાં રાત આવી જાય છે

લપટાયેલી તે ચાદરમાં હું,સવારમાં તે ભીજાંઈ ગયેલી હોય છે,


તને વિશ્વાસ આપવા માટે મથતી રહી હું,

કદાચ તે વિશ્વાસ હું આપી શકી નહી,

ધણા સપના જોયા હતા મે તારા માટે

તે પણ છેતરી ગયા મને, કદાચ બંધ આખો જ સારી હતી મારી........


તને ભુલી જાવ હું,પણ તારી યાદોના સ્મરણ કેમ હું ભુલુ,

રોજ તે યાદ કરી ને આંખ ભીંજવે છે મારી........

કહેવાય છે કે પ્રેમ બહુ અમુલ્ય હોય છે

મારા જીવનમાં તે અમુલ્ય કદી આવ્યુ નહી કેમ કે મારૂ જ કોઈ મુલ્ય ન હતુ

તને હું શુ દોષ આપુ,તુ જ મારા ભાગ્યમાં નથી,

મથતી રહી તને પામવા માટે હું ,પણ ભાગ્યમાં જ ન હતો તું..........


તારી જીદગીમાં નવો હમસફર આવી ગયો છે

મારો હાથ ન થામ્યો તે ,અને નવા હાથ તરફ તારો હાથ છે.........

....................



મારી આ હાલત જોઈને પ્રેમ પણ આ દિવસોમાં શરમાતો હશે

કારણ કે બધુ હારીને પણ આ વ્યકિત કેવી રીતે જીવે છે.?

..........

ધણા ભગવાન છે છતાં મને સ્વર્ગ મળતુ નથી.

ધણા ધર્મા છે છતાં મને મોક્ષ મળતો નથી.

ધણી સંપતિ છે છતાં મને સુખ–શાંતી મળતી નથી

ધણો પ્રેમ છે છતાં મને કોઈ ખાલી હદય મળતુ નથી.......




શબ્દોને મારા સાંભળીને વાહ વાહ તો બધા કરે

પણ મૌન મારૂ સાંભળે કાશ એવુ એક જણ મળે...... .



હકીકતમાં કદી પહેરી શકી નહી,જિંદગીભર

આંખની ખીંટી ઉપર એ સ્વપન શાને ટાંગવાના ???




તુ સંબંધમાં પણ માપપટૃી રાખે છે

બાકી મારે તો શુન્યથી પણ ઓછા અંતરે આવવું હતુ.....

શોધુ છુ મારી ભુલો

જે કદાચ થઈ હશે અજાણ્યે

જયારે તે મારી પર બેહદ ભરોસો કરતા હતા..........


તારા સ્મરણને મારા માંથી બાદ કરી જોઉં

કોશીશ હું આપધાતની એકાદ કરી જાઉં........


ખુદાને તારાથી રીસાવવાનો અધિકારી આપ્યો જ નથી મે.

 જાણુ છુ કે

શ્વાસથી રીસામણાં કરો તો જીંદગી ખત્મ થઈ જાય છે.   


દર્દ આપ મુજને એવુ કે ત્યાગી શકાય ના

ઉંધી શકાય ના અને જાગી શકાય ના

એ બેવફાયનો પ્રેમ મળે એ રીતે મને

ઈચ્છા તો હોય ખુબ ને માંગી શકાય ના


આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું

હું પાપ પણ કરૂ અને ભાગી શકાય ના

એવુ મિલન ભાગ્યમાં કદી ન મળે

એને મળુ અને ગળે લાગી શકાય નહી. .............


કિનારોઓ અલગ રહીને ઝરણા ને જીવતું રાખે,

અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે''........




જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે

નાસીપાસ ના થતા....

બસ એ વાત યાદ રાખજો

કે દરેક રમતમાં હંમેશા

પ્રેક્ષકો જ શોર મચાવતા હોઈ છે રમતવીરો નહી....


આજે હુ ખુશ છુ.....

મારી સમસ્યાનો અંત કયારે આવશે તેની ખબર નથી પણ,

તેની યાદોને મે હવે નવો વળાંક આપી દીધો છે.

એટલે જ આજ હું ખુશ છું............



તારે વસવું જ હતુ આમ મારી યાદોમાં

શું કામ આવ્યો તુ મારી તકદીરમાં.......


એને શું ખબર કે હું તેને કેટલુ ચાહું છું,

તેને જોવા માટે હું હિરણની જેમ ફરું છું,


કયાંક એવી ફોરમ મળી જાય તેની મને,

તો હું દોડીને તે ફોરમ મેળવવા જાવ.

વસંતમાં પાનખર બની જાવ હું,

તો ફુલ બની તેના રસ્તામાં હું પથરાઈ જાવ,

તેને શું ખબર ફુલ તો લઈ ગયો છે

પણ તે ડાળીમાં સુવાસ તેની મુકીને ગયો છે......

બહુ જલ્દી ભુંસાઈ જશે લખેલું નામ મારૂ

હાથમાં છે તેના ભાગ્યમાં નથી નામ મારું

ખોઈ ચુકવાનો અહેસાસ ત્યારે જ થાય છે,

જયારે એ વ્યકિત કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો.

પાણી દરિયામાં હોય કે આંખોમાં

ઉંડાણ અને રહસ્ય બંનેમા હોય છે.

.....................



કદાચ મને ચાહતા ના આવડયુ

અને એટલે જ તેને પામતા ના આવડયુ

તેના જ સપના જોતી હતી

તેથી તેના જ સપનના મા કોઈ છે એ પામતા ના આવડયુ

આવડયુ તો બસ એ જ કે

તેને દિલથી ચાહતા આવડયું

જાણ્યું કે તે મારા નહી થઈ શકે,

છતાં તેને પરાયા માનતા ન આવડયુ

મંઝીલ નહી મળે એમ મને લાગ્યુ છતાં

અડધે રસ્તેથી પાછા વળતા ન આવડયુ.

                                            ..........

આવડયુ તો બસ એ જ કે

તેને દિલથી ચાહતા આવડયું

જાણ્યું કે તે મારા નહી થઈ શકે,

છતાં તેને પરાયા માનતા ન આવડયુ

મંઝીલ નહી મળે એમ મને લાગ્યુ છતાં

અડધે રસ્તેથી પાછા વળતા ન આવડયુ.

                          ..........


આસું,

ને પણ આંખ માંથી નિકળવું પડે છે.

એક ખરુ ઝરણું બની વહેવું પડે છે.

કોઈ પ્રેમ કરનાર ને પુછી તો જુઓ

કોઈ ની એક ઝલક

જોવા માટે કેટલુ તડપવું પડે છે............



તે આથમી ગયો

પછી

અંધારુ સોળે કળાએ ખીલ્યુ....


''જન્મ–મરણ'' ના બે ''પાકા'' પુંઠા ની વચ્ચે

અકબંધ ''જર્જરીત'' પન્ના ઓ માં મુકેલા

''તાજા'' ગુલાબ નું '' સુકાયેલા'' ગુલાબમાં

''પરીવર્તન'' થવાનો ''ધટના–ક્રમ'' એટલે

લખ્યા વગર નું '' જિદંગી'' નામનું પ્રકરણ.

 

વાદળી ઓ વચ્ચે કોરી રહી હું

અને તડકો મને ભીંજીવી ગયો.....


દરેક દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે

પણ એ કયા જાણે છે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.

                                      ..........




બહુત દુર જાના પડતા હૈ,
સિર્ફ યે પતા લગાને કે લીયે....
કે નજીદીક કોન હૈ.............



હું શબ્દોથી હારી જાવ તેમ નથી
પણ શબ્દો થી બોલનાર માણસો થી હારી ગઈ હું.......


ફુંકયા કરૂ છુ રોજ થોડો થોડો પ્રાણ મારી લાશમાં

ખભે નાખી રોજ નીકળી પડુ છુ, હું ખુદ મારી તલાશમાં......



તેમના પાછા ફરવાની આશા ઈલાજ છે મારા ઝખ્મોને

બાકી તેમના સ્મરણો તો રોજ નવા ઝખ્મો આપ્યા જ કરે છે.....




ઝાકળ જેવુ જીવી ગયા તે હવે ,
સ્મરણો ભીના રહી ગયા છે તેમના
.....


ઈશ્વર વિશ્વના દરેક મનુષ્યો ને તેની નિશ્વિત ફરજો અને હકકો સાથે આ સુંદર દુનિયા પર જન્મ આપે છે
.....



તારી પાસે પહોંચવાની વાત તો અલગ છે,

હું જ મારા થી હજુ કેટલીય દુર છુ...........




સંધર્ષ પછી ની સિધ્ધી અને સિધ્ધી પછી ના સંધર્ષમાં કોઈ જ તફાવત ન રહયો,

પહેલા મળેવવા માટે અને પછી ટકાવવા માટે જજુમતી રહી.......



વો ઝહેર દે કર માર તે તો દુનિયા કી નઝરો મે આ જાતે,

અંદાજે કત્લ તો દેખો

મહોબ્ત કર કે છોડ દીયા હમે...........



તારી યાદોનું સમુધ્ઘ એટલુ મોટુ છે કે,

કે કિનારે કિનારે ભુલવાનો પ્રયત્ન કરુ છું............

Written By: કૃપા



No comments:

Post a Comment

importance of song lyrics

  Song lyrics hold significant importance in various aspects of human life and culture. Here are several reasons why song lyrics are importa...